શહેરમાં નશાના ગેરકાયદેસર કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. ર્જીંય્ની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે શહેરના વ્યસ્ત એવા ટાઉનહોલ સર્કલ નજીક માદક પદાર્થોની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ઓપરેશન દરમિયાન રાજસ્થાનના એક શખ્સને આશરે ૨૧.૯૫ લાખની કિંમતના પ્રતિબંધિત કોકેન અને એમડીએમએ (મેફેડ્રોન) ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જામનગર ર્જીંય્ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમને શહેરમાં નશાકારક પદાર્થની હેરફેર થવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ટાઉનહોલ સર્કલ નજીક વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા નરશિરામ કુપારામ લુણા રબારી નામના શખ્સને પોલીસે અટકાવી તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેની પાસેથી ભારે માત્રામાં કેમિકલ યુક્ત ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે આરોપીની અટકાયત કરી તેની પાસેથી કુલ ૧૪૨ ગ્રામ નશાકારક પદાર્થ જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૨૧.૯૫ લાખ આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત નીચે મુજબ છેઃ
મેફેડ્રોનઃ ૧૨૩ ગ્રામ (કિંમત અંદાજે રૂ. ૧૨.૩૦ લાખ)
અન્ય સાધનોઃ બે નંગ મોબાઈલ ફોન અને ડ્રગ્સની હેરાફેરીમાં વપરાતો એક ઈલેક્ટ્રોનિક વજન કાંટો.
પોલીસે ડ્રગ્સ અને ડિજિટલ સાધનો સહિત કુલ ૨૧,૯૫,૫૦૦/- નો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે કર્યો છે.
“જામનગર પોલીસ ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. ર્જીંય્ની ટીમે બાતમીના આધારે સફળ ઓપરેશન પાર પાડીને લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસ તમામ દિશાઓમાં તપાસ ચલાવી રહી છે.” પીયૂષ વાંદા, ડ્ઢઅજp, જામનગર
રાજસ્થાનના આ સપ્લાયરની ધરપકડ બાદ હવે જામનગર પોલીસ ડ્રગ્સના આ આખા નેટવર્કને તોડી પાડવા માટે સક્રિય બની છે. પકડાયેલા આરોપી નરશિરામને આ ડ્રગ્સનો આટલો મોટો જથ્થો કોણે આપ્યો હતો? રાજસ્થાનથી આ ડ્રગ્સનો સપ્લાય કઈ રીતે થતો હતો? જામનગર શહેરમાં તે આ નશો કોને સપ્લાય કરવાનો હતો? તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.