હાલમાં જ ગુજરાત એટીએસએ રથયાત્રા પહેલા જ એક મોટી સફળતા મેળવી અને ખતરનાક ૮ આતંકીઓની ધરપકડ કરી હતી. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીમાં ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી આ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ આતંકીઓ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. આજે એટીએસ પકડાયેલામાંથી ૩ શખ્સોને લઈને પાલનપુરના ભાગળ ગામ પહોંચી.
એટીએસે પકડેલા ૮ ઈસમોમાંથી ૩ ઈસમો બનાસકાંઠાના પાલનપુરના ભાગળ ગામના રહીશ છે. એટીએસ અહેમદ અબ્દુલ ગાઝીવાલા,ઈબ્રાહીમમહમદ હુસેન ઘઘા અને મુદદ્દસીર અબ્દુલ્લા ગાઝીવાલાને તેમના ગામ ભાગળ લઈને પહોંચી. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે આતંકવાદીઓ કામગીરી કરી રહ્યા હતાં. ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે આતંકવાદીઓ કામગીરી કરી રહ્યા હોવાનો ખુલાસો પણ થયો છે.
ભાગળ ગામેથી ઝડપાયેલા આ આરોપીઓનું એટીએસ રિમાન્ડ દરમિયાન તપાસના ભાગ રૂપે ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે તેમના ગામ લાવવામાં આવ્યા. તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ, તેમના સંપર્કો, અન્ય મહત્વપૂર્ણ જાણકારી મેળવવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તપાસ હાથ ધરવામાં આવી.
ગુજરાત એટીએસની ટીમે મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન હાથ ધરીને આ ૮ આતંકીઓની ધરપકડ કરી હતી. બાતમીના આધારે અલગ અલગ ૫ ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ તમામ ૮ આરોપીઓ ગુજરાત રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સક્રિયપણે પોતાનું નેટવર્ક મજબૂત કરી રહ્યા હતા. તેઓ રાજ્યમાં શાંતિ અને સુરક્ષાને ડહોળવાનું મોટું કાવતરું ઘડી રહ્યા હતા. જાકે, ગુજરાત છ્‌જીની સતર્કતાને કારણે આ આતંકીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. એટીએસ દ્વારા ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા,નવસારી, પાટણ અને મધ્ય પ્રદેશના દેવાસમાંથી ૮ લોકોની ધરપકડ કરી હતી.