મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક મળી હતી. બેઠકમાં આરોગ્ય વિભાગની પહેલ ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકારી છે. તમામ વિભાગોને તબક્કાવાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. દર માસના પ્રથમ રવિવારે પ્રતિનિધિઓ, ધારાસભ્યોને સ્વચ્છતા અભિયાનમાં જાડાવવા મુખ્યમંત્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે. તેમજ દર માસના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન ધારાસભ્યો, પ્રતિનિધિઓ અને એનજીઓ જાડાય તે માટે નિર્ણય કરવા કહ્યું છે. કૃષિ વિભાગ દ્વારા તમામ કચેરીઓ માં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. સરકારી વિભાગો તબક્કાવાર સ્વચ્છતા અભિયાન શરૂ કરશે.
તેમજ કેબિનેટની બેઠકમાં શાળા પ્રવેશોત્સવની ચર્ચા પણ કરવામાં આવી હતી. જેમાં ૩ દિવસમાં ૩૭૨૧૧ શાળાઓને આવરી લેવામાં આવી છે. સફળતા પૂર્વક શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ પ્રવેશ કરાવ્યો હતો. તેમજ ૭ જુલાઈથી મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.
કૃષિ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમ હવે મ્જષ્ઠ એગ્રીકલ્ચર સમક્ષ ગણવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ એક જન આંદોલન તરીકે લેવાઈ રહ્યું છે. નિર્ણય થી પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમમાં વિધાર્થીઓ વધુ જોડાશે.