ધારીના વેકરિયાપરામાંથી એક યુવક સગીરાને ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ જાહેર કર્યા મુજબ, વિક્રમ નામનો યુવક તેમની સગીર પુત્રીને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાના કે બદકામ કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. બી. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.