ખાંભાના ખડાધાર ગામે ખેતરના શેઢે ઘાસ (ખડ) નાખવા બાબતે માથાકૂટ થઈ હતી, જેમાં ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મૂઢમાર મારવામાં આવ્યો હતો. આ અંગે વિપુલભાઈ મગનભાઈ સોલંકી (ઉં.વ. ૨૭)એ મુસ્તાકભાઈ સુમારભાઈ હમાતી સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, આશરે એકાદ મહિના પહેલાં ફરિયાદી અને આરોપી વચ્ચે શેઢે ઘાસ નાખવા બાબતે ઝઘડો થયો હતો. આથી, ફરિયાદીએ આરોપીને પોતાના ખેતરની કેડીએથી (રસ્તેથી) ચાલવાની ના પાડી હતી. આ બાબતની અદાવત રાખીને આરોપીએ બિભત્સ ભાષામાં ગાળો આપી, શરીરે ઢીકાપાટુ વડે મૂઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.