સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજમાં વિવિધ હોદ્દાઓ પર થયેલી નવી વરણીઓથી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના કારોબારી સભ્ય તેમજ અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે તુષારભાઈ જોષીની વરણી કરવામાં આવી છે. તેમની નિમણૂકને બ્રહ્મ સમાજના આગેવાનો, પત્રકારો અને રાજકીય આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત બગસરાના વકીલ વેણીશંકરભાઈ ધાંધિયાની સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના કારોબારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા યુવા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે કનકભાઈ જાનીની પસંદગી કરવામાં આવી છે. તેમજ કમલેશભાઈ જોષીને અમરેલી જિલ્લા યુવા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.









































