જૂનાગઢ શહેર ખાતે રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાએ લાયન્સ ક્લબ ઓફ જૂનાગઢના પ્રમુખ શ્રીમતી રૂપલબેન ભરતભાઈ લખલાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સમાજસેવા, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા સેવાકીય કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જનકલ્યાણ માટે સ્વૈચ્છિક સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેમના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ દરમિયાન દેશે હાંસલ કરેલી ઐતિહાસિક સિધ્ધિઓ અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. વિકસિત ભારતના નિર્માણમાં જનભાગીદારી, સામાજિક સંસ્થાઓના સહયોગ અને સમાજસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજહિત માટે સતત કાર્યરત સંસ્થાઓનું યોગદાન રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.








































