રાજ્ય સરકારના શાળા મહોત્સવ અંતર્ગત બગસરા તાલુકાની હડાળા માધ્યમિક શાળામાં ધારાસભ્ય જે.વી. કાકડિયાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી તેમજ ધોરણ-૧માં પ્રવેશ મેળવનારા નાના બાળકોને સ્કૂલ બેગ અને પાઠ્યપુસ્તકો અર્પણ કરીને તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ખારી પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી, જ્યાં ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચંપુભાઈ ડવ, પૂર્વ પ્રમુખ બાબુભાઈ બકરાણિયા, સરપંચ પુનાભાઈ પાઘડાળ, રાકેશભાઈ વઘાસિયા, હર્ષદભાઈ રાવલ, પરેશભાઈ તથા એસએમસીના પ્રમુખ અને શિક્ષણપ્રેમીઓની હાજરીમાં બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.







































