લાઠીના ભુરખિયા ગામે ધાર્મિક વિધિના બહાને ખેડૂત સાથે રૂ. ૩૦ હજારની ઠગાઈ કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે મગનભાઈ નારાયણભાઈ કોટડિયા (ઉ.વ.૫૯)એ બે અજાણ્યા માણસો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓએ તેમના તથા સાહેદના ઘરે આવી રામાપીરની વિધિ કરવાના બહાને રોકડા રૂ. ૨૦,૦૦૦ તથા સોનાની વીંટી માંગી, તેમને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી હતી અને કુલ રૂપિયા ૩૦,૦૦૦ની મતાની ઠગાઈ કરી ભાગી છૂટ્યા હતા. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસ સ્થાનિક સોર્સનો ઉપયોગ કરી તાત્કાલિક દિપકનાથ શંભુનાથ ધાંધુ અને રોહીતનાથ ભગવાનનાથ ધાંધુ બંને રહે. જસદણવાળાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.ર૦૦૦૦, સોનાની વીંટી સહિત રૂ.૭પ૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.










































