અમરેલી તાલુકાની કેરિયાનાગસ પ્રાથમિક શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬’ ઉત્સાહભેર ઉજવાયો હતો. અમરેલી જિલ્લા પંચાયતના દંડક સોનલબેન ગાંગડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા મહોત્સવ દરમિયાન બાલવાટિકામાં ૪૫ અને ધોરણ-૧ માં ૧૮ બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે ઉદાર દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. લાયઝન અધિકારી દમયંતીબેન ભગત, સરપંચ રાજુભાઈ મેવાડા અને એસ.એમ.સી. અધ્યક્ષ જયરાજભાઈ છત્રોલા સહિતના મહાનુભાવો, વાલીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. શાળાના આચાર્ય અને સ્ટાફની જહેમતથી સમગ્ર ગામમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.