બાબરા તાલુકાના કરણુકી ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને કોળી સમાજના વિદ્યાર્થીઓનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ યુવાઓને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા, વ્યસનો તથા કુરિવાજોથી દૂર રહેવા અને સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે સંગઠિત થવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું કે શિક્ષિત અને જાગૃત યુવા પેઢી જ સમાજના વિકાસનો સાચો પાયો છે. આ પ્રસંગે શંકરભાઈ વેગડ, અમરશીભાઈ વાઘેલા, નીતિનભાઈ રાઠોડ, ટી.ડી.ઓ., સરપંચ મુન્નાભાઈ મકવાણા અને વિપુલભાઈ કાચેલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.