વડીયા રામપુર ગામે રામરોટી આશ્રમે બીમાર પશુઓ જેવા કે ગાય માતા, બળદો અને રખડતા ભટકતા વાછડાઓ માટેનું સારવાર કેન્દ્ર ઉભું કરવા જમીનનું ભૂમી પુજન કરાવવામાં આવ્યું છે. આ પ્રસંગે શાસ્ત્રી કીરીટભાઈ, માવજીભાઈ વાઘાણી અને રતીભાઈ ગેવરીયા દ્વારા પૂજનવીધી કરાવવામાં આવી હતી. આ અવસરે જય સનાતન ધુન મંડળ, ગીગેશ્વર મહાદેવ ગાય તથા બળદો બિમાર સેવા કેન્દ્ર અને દાનગીગેવ જન્મ ભુમી ચેરીટેબલ ટ્રસ્ટના ચતુરભાઈ બારડ, સુરેશભાઈ બુહા, લાલજીભાઈ, પુનાભાઈ, મનસુખભાઈ, ચંદ્રેશભાઈ, પ્રકાશભાઈ, મહેશભાઈ, રાજીભાઈ, હસમુખભાઈ, ભરતભાઈ, અજયભાઈ ભરવાડ અને ગ્રામજનો ઉપસ્થિત રહીને સેવાકીય કામગીરી કરી હતી.








































