જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગાંધીનગરના વુમન વેલ્ફેર ડિરેક્ટર તથા ગુજરાત વુમન ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર IAS પુષ્પાબેન નીનામા મુખ્ય અતિથિ રહ્યા હતા. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. પ્રસંગે તાલુકાના અધિકારીઓ, ગ્રામ પંચાયતના આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










































