રાજુલા શહેરની સંઘવી શાળા નં. ૪ ખાતે ગુજરાત સરકારના ‘પ્રગતિનો પ્રવેશ ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ટ્રાયબલ ડેવલપમેન્ટ વિભાગના અધિકારી ડા. કિશોર ધારૈયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૯માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ પણ કરાયું હતું. અધિકારીઓએ કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ અને બાલવાટિકા વિભાગની મુલાકાત લઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. આ વર્ષે શાળામાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. પ્રથમ વખત ધોરણ-૯ શરૂ થતાં વાલીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.