જીથુડી ગામની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલના સંયુક્ત ઉપક્રમે ૧૩૦મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. બાબુભાઈ શંભુભાઈ રામાણીના પરિવારના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં મનુભાઈ રામાણી અને રમેશભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બટુક હનુમાન મંદિરના મહંત અને લોકસાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન જે.બી. દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કેમ્પ દરમિયાન કુલ ૮૫ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૨ દર્દીઓને રાજકોટ સ્થિત રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યા ભારતી ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતાએ કર્યું હતું.કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ મેસીયાના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓએ અને સ્થાનિક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.










































