જૂની-નવી માંડરડી ઝાપોદર ગામે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મધુબેનના પ્રતિનિધિ હિંમતભાઈ બલદાણીયા, માર્કેટયાર્ડ રાજુલાના ડાયરેક્ટર રમેશભાઈ વસોયા, સરપંચ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ ધાખડા, ઝાપોદરના સરપંચ વીરાભાઈ, માજી સરપંચ દેવતભાઈ તેમજ આગેવાન દિલીપદાદા સહિત મોટી સંખ્યામાં બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ અપાવી પ્રોત્સાહનરૂપે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.









































