સાવરકુંડલામાં વી. ડી. કાણકિયા આર્ટસ એન્ડ એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ વિદ્યાર્થીઓ માટે ‘માનસશાસ્ત્ર અને હકારાત્મક અભિગમ’ વિષય પર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મૂળ સૌરાષ્ટ્રનાં અને છેલ્લા ૩૩ વર્ષથી અમેરિકામાં સફળ સાઇકોલોજિસ્ટ તરીકે સેવા આપતા ડો. રશ્મિબા જાડેજા ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જીવનને સ્પર્શતા અનેક મહત્વના પાસાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્‌યો હતો. જેમાં મુખ્યત્વે પોતાના કાર્ય પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા રાખવી અને જીવનના ઉતાર-ચઢાવનો હસતા મુખે સ્વીકાર કરવો. મોબાઈલ ફોનના વધતા જતા ઉપયોગ પર યોગ્ય દેખરેખ અને નિયંત્રણ રાખવું. અભ્યાસ અને રોજિંદા જીવનમાં પ્રોપર શેડ્‌યુલિંગ (ટાઇમ ટેબલ)નું મહત્વ સમજાવ્યું હતું.