અમરેલીમાં શેરીમાં કચરો નાખવા મુદ્દે મહિલાઓ બાખડી હતી અને બંને પક્ષે સામસામી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી હતી. ફરીદાબેન સબીરભાઇ વિસર (ઉ.વ. ૪૫)એ મહેબુબભાઇ બેલીમ, રાહીલભાઇ બેલીમ, સમીરાબેન બેલીમ તથા સુજાનબેન બેલીમ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ પોતાના રહેણાંક ઘરની બહાર શેરીમાં કચરો વાળતા હતા ત્યારે કચરો આરોપીની રીક્ષા ઉપર ઉડ્યો હતો. આ બાબત આરોપીઓને ગમી નહોતી અને તેમણે ફરીદાબેનને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો તેમજ જમણા ગાલ ઉપર બે-ત્રણ મુક્કા માર્યા હતા. આ ઉપરાંત ગાળો આપી, ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેની સામે સુજાનબેન મહેબૂબભાઈ બેલીમ (ઉં.વ. ૨૧)એ ફરીદાબેન વિસર, સબીરભાઇ વિસર તથા ફેઝલભાઇ વિસર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ તેમના રહેણાંક ઘરની પાસે કચરો નાખતા હતા. જેથી તેમણે તથા સાક્ષીએ કચરો નાખવાની ના પાડતા આરોપીઓને ખોટું લાગ્યું હતું અને ગાળો આપી, હાથમાં રહેલો સાવરણો જમણા કાંડાના ભાગે મારી, વાળ પકડીને ઢસડી હતી. આ ઉપરાંત ઢીકાપાટુનો મુંઢમાર મારી, ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. આર. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.









































