બગસરાના શાપર ગામના એક પ્રૌઢનું બાઈક સ્લીપ થતાં મોત નિપજ્યું હતું.લાખાભાઇ ફુલાભાઇ ત્રાપસીયા (ઉ.વ.૫૭)એ જાહેર કર્યા મુજબ, ચતુરભાઇ ફુલાભાઇ ત્રાપસીયા (ઉ.વ.૫૯)નું બાઈક બગસરા-ઝાંઝરીયા રોડ ઉપર આવેલી કેનાલ પાસે, મેલડી માતાના મંદિરે જવાના કાચા રસ્તે સ્લીપ થયું હતું. જેમાં માથાના પાછળના
ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મરણ નીપજ્યું હતું.બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. જે. બલસરા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.










































