લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ દેથલીયાએ મામલતદારને પત્ર પાઠવી તાલુકામાં ગંગા સ્વરૂપા (વિધવા) સહાય અને વૃધ્ધ સહાય છેલ્લા ચાર માસથી બંધ હોવાની રજૂઆત કરી છે. વિવિધ ગામોના લાભાર્થીઓ કચેરીના ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં યોગ્ય માર્ગદર્શન મળતું ન હોવાનું જણાવાયું છે. જરૂરી દસ્તાવેજોની માહિતીના અભાવે અરજદારો સહાયથી વંચિત રહેતા હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તાલુકા સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્ન રજૂ કરી અટકેલી સહાય ઝડપથી શરૂ કરવા અને જરૂરી કાર્યવાહી હાથ ધરવાની માંગ કરવામાં આવી છે.







































