અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈટીઆઈ વડીયાના સંયુક્ત ઉપક્રમે ૬ ઓગસ્ટે સવારે ૧૧ વાગ્યે આઈટીઆઈ વડીયા ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં EDF International Netwroks કંપની સ્માર્ટ મીટર ઇન્સ્ટોલરની જગ્યાઓ માટે ભરતી કરશે. ૧૮થી ૫૦ વર્ષની વય ધરાવતા અને આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન સાથે ધોરણ ૧૦ કે ૧૨ પાસ તથા એક વર્ષનો અનુભવ ધરાવતા પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. પસંદગી પામનારને માસિક રૂ.૨૫ હજાર સુધીનો પગાર મળશે અને કામગીરી અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રહેશે. ઉમેદવારોએ મૂળ પ્રમાણપત્રો, આધારકાર્ડ અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે તેમજ અનુબંધમ પોર્ટલ પર અગાઉથી ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે.