સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ રમતો તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં મેડલ મેળવનાર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને ‘વૃતિકા’ આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે લાયક ખેલાડીઓએ સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પર આગામી ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરવી જરૂરી રહેશે. યોજનાને લગતી વધુ માહિતી માટે અમરેલીના ચિત્તલ રોડ સ્થિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકાશે. ઉપરાંત ઓનલાઈન અરજી કરવામાં કોઈ ટેકનિકલ મુશ્કેલી પડતી હોય તો ખેલાડીઓ કચેરીએ રૂબરૂ જઈ શકશે, જ્યાં અરજી ભરવામાં જરૂરી સહાય પણ આપવામાં આવશે.