શનિવારે સવારે પાકિસ્તાનમાં ૫.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૩૫ કિલોમીટર (૨૨ માઇલ) નીચે હતું. સ્થાનિક સમય મુજબ સવારે ૮ઃ૩૬ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જ્યારે કોઈ નોંધપાત્ર જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ એક અઠવાડિયામાં ૧૦ થી વધુ મોટા ભૂકંપ આવવાથી ભયનો માહોલ સર્જાયો છે.
છેલ્લા અઠવાડિયામાં, વિશ્વમાં ૧૧ મોટા ભૂકંપ આવ્યા છે. આમાંથી ઘણા ભૂકંપોએ નોંધપાત્ર વિનાશ સર્જ્‌યો છે, જેમાં વેનેઝુએલામાં નોંધપાત્ર નુકસાન થયું છે.
છેલ્લા અઠવાડિયામાં મોટા ભૂકંપ
૭.૫ – ૨૪ જૂન, વેનેઝુએલા (યુમારા નજીક).
૭.૨ – ૨૪ જૂન, વેનેઝુએલા (યુમારામાં, ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપ).
૬.૯ – ૨૪ જૂન, જાપાન (કુજી નજીક).,૬.૫ – ૨૬ જૂન, ફિલિપાઇન્સ (સારંગાની નજીક).,૫.૬ – ૨૪ જૂન, ઉત્તરી કેલિફોર્નિયા (રેડવુડ ખીણ નજીક).,૫.૭ – ૨૬ જૂન, જાપાન (યામાનાસેઈ/ઓમુના પ્રદેશ).,૫.૨ – ૨૬ જૂન, નિકારાગુઆ (વિલા એલ કાર્મેન નજીક).,૫.૨ – ૨૬ જૂન, પાકિસ્તાન (બરખાન પ્રદેશ).,૫.૪ – ૨૭ જૂન (તાજેતરનું), પાકિસ્તાન (બરખાન નજીક).૫.૧ — ૨૬ જૂન, સોલોમન ટાપુઓ.
છેલ્લા ૭ દિવસમાં, ૫ થી વધુ તીવ્રતાના ૧૦-૨૦ ભૂકંપ આવ્યા છે. જાકે, આ સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. ૨૪ જૂને સૌથી વધુ ગતિવિધિ જાવા મળી હતી. આ દિવસે, વેનેઝુએલા, જાપાન અને કેલિફોર્નિયામાં ભૂકંપ અનુભવાયા હતા. ૫ ની તીવ્રતાના ભૂકંપ સામાન્ય છે. આ તીવ્રતાના અનેક ભૂકંપ વૈÂશ્વક સ્તરે દરરોજ આવે છે, પરંતુ થોડા (ખાસ કરીને સ્૬+) એ નુકસાન પહોંચાડ્યું છે, જેમ કે વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં જાનમાલનું નુકસાન થયું હતું.
દરમિયાન ફિલિપાઇન્સમાં એક શક્તિ શાળી ભૂકંપ આવ્યો. અહેવાલો અનુસાર, શુક્રવારે સાંજે ભૂકંપને કારણે ફિલિપાઇન્સમાં જમીન ધ્રુજી ઉઠી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૫ માપવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,ફિલિપાઇન્સમાં રિક્ટર સ્કેલ પર ૬.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સાંજે ૫ઃ૦૪ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર સેલેબ્સ સમુદ્રમાં ૫૫ કિલોમીટરની ઊંડાઈએ હતું. અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
ગુરુવારે વેનેઝુએલામાં એક શક્તિ શાળી ભૂકંપે વ્યાપક વિનાશ મચાવ્યો હતો. થોડીવારમાં જ ૭.૨ અને ૭.૫ ની તીવ્રતાના બે આંચકાઓથી દેશમાં ભારે ગભરાટ ફેલાયો હતો, જેનાથી દેશમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર કેરેબિયન કિનારા પર આવેલા મોરોન શહેરથી લગભગ ૨૮ કિલોમીટર પશ્ચિમમાં હતું. ભૂકંપ ૧૩ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. એપીના અહેવાલ મુજબ, વેનેઝુએલાના નેતા ડેલ્સી રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે ભૂકંપમાં મૃત્યુઆંક ૫૮૯ પર પહોંચી ગયો છે, જ્યારે ૨,૯૮૦ ઘાયલ થયા છે.