ધારીના સરસિયા ગામે મકાન બાબતના ઝઘડામાં જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે નરેશભાઈ હસમુખભાઈ ચારોલા (ઉ.વ.૧૯એ નિકુંજભાઈ વલાભાઈ ચારોલા, જોશનાબેન નિકુંજભાઈ ચારોલા, સુરેશભાઈ ધીરુભાઈ આગરોલિયા, બોડાભાઈ ધીરુભાઈ આગરોલિયા, ભાવનાબેન સુરેશભાઈ આગરોલિયા, ધુડીબેન બોડાભાઈ આગરોલિયા તથા કિરણબેન કેવલભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમને તથા સુરેશભાઈ આગરોલિયા વચ્ચે અગાઉ મકાન બાબતે ઝઘડો ચાલતો હતો. જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓ તેમના ઘરમાં ગેરકાયદે ઘૂસી આવ્યા હતા અને તેમને પકડી મૂઢમાર માર્યો હતો તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.







































