ભીમ અગિયારસના પર્વ નિમિત્તે જનહિત લોકસેવા ફાઉન્ડેશન કેસરીયા દ્વારા ઉનાના કેસરિયા અને સીમાસી ગામની ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસતા શ્રમિક પરિવારોના સેંકડો બાળકોને કેરીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને વંચિત પરિવારોના બાળકો પણ તહેવારની ખુશીઓ માણી શકે તેમજ તેમને પોષણયુક્ત આહાર મળી રહે તે હતો. ફાઉન્ડેશનના પ્રમુખ હાર્દિક શિંગોડે જણાવ્યું હતું કે સમાજના છેવાડાના લોકો સુધી ખુશીઓ પહોંચાડવી એ જ સાચી સેવા છે. ટ્રસ્ટી નાનુભાઈ ચારણીયાએ પણ આ સેવાયજ્ઞમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગામના આગેવાન કનુભાઈ શિંગોડ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.










































