ઉના શહેરની રાધાકૃષ્ણ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન ભોળુભાઈ રાઠોડ, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ ડોડિયા, અશ્વિનભાઈ રાજુભાઈ ડાભી તેમજ ગિરીશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.