ધારી શહેરમાં ધારી પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરમાં આવેલા વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓની સ્વચ્છતા કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા અને શંખનાદ કરી બ્રોડગેજ રેલવેની માંગને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, સામાજિક આગેવાનો, યુવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. ઉપસ્થિત લોકોએ ધારી, ચલાલા અને વિસાવદર વિસ્તારને બ્રોડગેજ રેલવે સાથે જોડવાની માંગને સમર્થન આપ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ વિસ્તારના વિકાસને નવી દિશા આપવાનો, પરિવહન સુવિધામાં વધારો કરવાનો તેમજ વેપાર, રોજગાર અને પ્રવાસનને ગતિ આપવાનો છે.









































