અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા અને અન્ય જિલ્લા/બહારના રાજયમાંથી આવતા મજૂરો/કારિગરોની માહિતી વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રહે તે હેતુસર “અમરેલી સુરક્ષા કવચ”નામની ડિજિટલ એપ્લિકેશન અમલમાં મૂકવામાં આવી છે. આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ અન્ય જિલ્લા/બહારના રાજયમાંથી કામ કરવા આવતા મજૂરો/કારીગરોની નોંધણી અને માહિતી ડિજિટલી સંકલિત કરવાનો છે. જેથી, સંભવિત ગુનાઓને અટકાવવામાં તેમજ કોઈ ગુનાહિત ઘટના બને તો ઝડપી તપાસમાં સહાય પ્રાપ્ત થાય. આ એપ્લિકેશન અંગે તા.૨૭-૦૬-૨૦૨૬ ના રોજ અમરેલી શહેર પો.સ્ટે.ના સંકુલ ચોકડી, અમરેલી રૂરલ પો.સ્ટે.ના નાના ભંડારીયા, લાઠી પો.સ્ટે.ના મતીરાળા, લીલીયા પો.સ્ટે.ના એકલેરા, દામનગર પો.સ્ટે.ના આંબરડી, બાબરા પો.સ્ટે.ના ખાખરીયા, બગસરા પો.સ્ટે.ના શાપર, વડીયા પો.સ્ટે.ના તોરી, સાવરકુંડલા ટા.પો.સ્ટે.ના શક્તિ એન્જીનિયરીંગ, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના બાઢડા, વંડા પો.સ્ટે.ના મોટા ભમોદ્રા, ચલાલા પો.સ્ટે.ના ધારગણી, ધારી પો.સ્ટે.ના ત્રંબકપુર, ખાંભા પો.સ્ટે.ના ઇંગોરાળા, રાજુલા પો.સ્ટે.ના વાવડી અને ખાખબાઇ, પીપાવાવ પો.સ્ટે.ના કોવાયા, નાગેશ્રી પો.સ્ટે.ના કોળી કંથારીયા, જાફરાબાદ ટા.પો.સ્ટે.ના વઢેરા, જાફરાબાદ મરીન પો.સ્ટે.નાં જાફરાબાદ સામાકાંઠા, ડુંગર પો.સ્ટે.નાં દાતરડી ગામે બે હજાર જેટલા મજૂર/કારીગરોને માર્ગદર્રશન આપવમાં આવ્યું તથા સ્થળ પર જ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીએ દ્વારા ચલાલા પો.સ્ટે.ના ધારગણી ગામે રાજકીય આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ એસોશિએશનનાં હોદેદારો, નાગરીકો, તથા મજૂર/કારીગરો સાથે“અમરેલી સુરક્ષા કવચ” એપ્લીકેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.