અમરેલી જિલ્લામાં ભીમ અગિયારસના તહેવાર પર ૮ સ્થળેથી પત્તા ટીચતા ૪૬ જુગારીઓ ઝડપાયા હતા. તમામ પાસેથી મળીને કુલ રૂપિયા ૧,૦૪,૬૭૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ રેઈડ દરમિયાન વંડાના મોટા ભમોદ્રા ગામની સીમમાંથી પાંચ ઇસમો રોકડા રૂપિયા ૧૧,૮૦૦ સાથે પકડાયા હતા.સાવરકુંડલામાં જેસર રોડ ફાટક પાસેથી સાત ઇસમો રોકડા રૂપિયા ૧૯,૬૯૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. લાઠીના હિરાણા ગામથી દરેડ ગામ તરફ જવાના રસ્તેથી ત્રણ ઇસમો રોકડા રૂપિયા ૭,૭૧૦ સાથે ઝડપાયા હતા. બગસરાના નાના મુંજીયાસર ગામેથી સાત ઇસમો તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂપિયા ૧૧,૧૩૦ સાથે ઝડપાયા હતા.બગસરાના સમઢીયાળા ગામેથી છ ઇસમો રોકડા રૂપિયા ૨૧,૩૦૦ સાથે પકડાયા હતા. આ જ ગામના મફત પ્લોટ વિસ્તારમાંથી ચાર ઇસમો તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂપિયા ૧૦,૧૫૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. દામનગરના રાભડા ગામેથી છ ઇસમો રોકડા રૂપિયા ૧૦,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જ્યારે ખાંભાના નવા માલકનેસ ગામેથી નવ ઇસમો રોકડા રૂપિયા ૧૨,૪૯૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.