અમરેલીના વડેરા ગામથી આંકડીયા જવાના ગાડા માર્ગેથી ૯ શકુની ઝડપાયા હતા. હસમુખભાઇ દેવશીભાઇ ચોવટીયા, રાહુલભાઇ બાબુભાઇ માધડ, ગૌતમભાઇ ખીમાભાઇ દાફડા, રાવતભાઇ હાદાભાઇ બાખલકીયા, જીતેશભાઇ ભુપતભાઇ દેથળીયા, અલ્પેશભાઇ ભનુભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ ધાધલ, રામજીભાઇ કરશનભાઇ મકવાણા અને પરેશભાઇ નાથાભાઇ દેથળીયા ખુલ્લી જગ્યામાં જાહેરમાં પૈસા-પાના વડે હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં રોકડા રૂ. ૧૦,૧૬૦ તેમજ હાથબત્તી મળી કુલ રૂ. ૧૦,૨૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી. વી. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.







































