ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સ્વચ્છ રીતે સંપન્ન કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનના વિવિધ વિભાગોએ વ્યાપક આયોજન હાથ ધર્યું છે. રથયાત્રાના સમગ્ર ૧૩થી વધુ કિલોમીટર લાંબા રૂટ પર માર્ગ સુવિધા, ડ્રેનેજ, આરોગ્ય, લાઇટિંગ, ફાયર સેફ્ટી, એસ્ટેટ અને સફાઈ સહિતના તમામ પાસાઓને આવરી લેતી કામગીરી પૂર્ણતાના આરે છે. ઈજનેર વિભાગ દ્વારા જમાલપુર વોર્ડમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી જલયાત્રાને ધ્યાનમાં રાખી જગદીશ મંદિરની ચાલીથી સોમનાથ ભુદરના આરા સુધીના રૂટ પર ૧,૬૦૦ ચોરસ મીટર રોડ રીસરફેસિંગ અને ૬૨ ચોરસ મીટર ફુટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના મુખ્ય ૧૩થી વધુ કિલોમીટર રૂટ પૈકી ૧,૮૦૦ મીટર લંબાઈમાં રોડ રીસરફેસિંગ, ૩૯૦ ચોરસ મીટર રોડ પેચવર્ક, ૧,૨૯૦ રનિંગ મીટર નવી ફુટપાથ તેમજ ૫૪૦ ચોરસ મીટર ફુટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ૯૨ મશીનહોલ રોડ લેવલે રિઇન્સ્ટેટ કરવામાં આવ્યા છે.
રથયાત્રાના રૂટ પર આવેલા જમાલપુર, ખાડિયા, કાલુપુર અને શાહપુર વિસ્તારોમાં મુખ્ય ડ્રેનેજ લાઈનોની આગોતરી સફાઈ માટે સુપર સક્કર મશીન દ્વારા મશીનહોલ ડીસિલ્ટીગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે અને રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી માર્ગ પર બનાવવામાં આવતી પાણીની પરબો પર પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઉપરાંત રથયાત્રાના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશન કમ્પાઉન્ડ ખાતે વિશેષ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ ૬૩૩ ભયજનક મકાનો પર જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી છે અને નાગરિકોને આવા મકાનો પર ભેગા ન થવા સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના દિવસે દરેક આવા મકાન પર છસ્ઝ્રના એક કર્મચારીને પોલીસકર્મી સાથે તૈનાત કરવામાં આવશે જેથી ભીડ એકત્રિત થતી અટકાવી શકાય. સાથે જ ઈજનેર વિભાગ દ્વારા આ તમામ ભયજનક મકાનોની નીચે ફિક્સ બેરિકેડિંગ પણ ગોઠવવામાં આવશે.
રથયાત્રા દરમિયાન આરોગ્ય સેવાઓ સુલભ રહે તે માટે એએમસીના હેલ્થ વિભાગ દ્વારા ૭ મોબાઇલ મેડિકલ વાન, ૧૫ મેડિકલ ઓફિસર અને આશરે ૧૦૦ કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે. ઉપરાંત જમાલપુર, રાયખડ, શાહપુર અને કાલુપુર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરો પણ કાર્યરત રહેશે.
લાઈટ વિભાગે રથયાત્રા રૂટ પર આવેલા ૭૪૫ વીજથાંભલાઓની ચકાસણી પૂર્ણ કરી છે તેમજ સંબંધિત ૪૪ લાઈટ સેક્શન ફીડરોનું મેન્ટેનન્સ પણ કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવસે રૂટ પર ૫૬૦ વધારાના ફ્લડલાઇટ્સ ગોઠવવામાં આવશે. ટોરેન્ટ પાવર સાથે સંકલન કરીને ૧૧ ડીઝલ જનરેટર સેટ, છસ્ઝ્રના ૨૮ ટેÂક્નકલ કર્મચારીઓ તથા ટોરેન્ટ પાવરના ૩૩ ટેકનીકલ કર્મચારીઓ તૈનાત રહેશે. વધુમાં રથયાત્રાના ત્રણ દિવસ અગાઉથી નાઈટ શિફ્ટમાં સ્ટાફ કાર્યરત રહેશે અને તમામ થાંભલાઓ પર ઇન્સ્યુલેટિંગ પૈટીન્ગ તથા રી-નંબરિંગની કામગીરી કરવામાં આવશે.ફાયર વિભાગ દ્વારા પણ વિશેષ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ૧૧ ફાયર સ્ટેશનોના ૧૮૩ ફાયરકર્મીઓ તેમજ ચીફ ફાયર ઓફિસર સહિત અધિકારીઓને મળી કુલ ૨૦૩ કર્મચારીઓ રથયાત્રા પરત આવે ત્યાં સુધી સતત ફરજ બજાવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પણ સ્વચ્છતા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.








































