સાવરકુંડલામાં એક શાકભાજી વિક્રેતાના પગ પર ક્રેનનું ટાયર ફરી વળતાં અકસ્માત સર્જાયો હતો. ઇબ્રાહીમભાઇ અબ્દુલભાઇ કુરેશી (ઉ.વ. ૬૮) અને તેમના ભાઇ યુનુસભાઇ પોતપોતાની શાકભાજીની લારીઓ લઇને વેપાર અર્થે નીકળ્યા હતા. આ દરમિયાન બંને ભાઇઓ સાવરકુંડલા-અમરેલી રોડ પર દુર્ગા ફર્નિચરની સામેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે એક પીળા રંગની ક્રેનના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ઇબ્રાહીમભાઇના જમણા પગ પર ક્રેનનું ટાયર ચડાવી દીધું હતું. આ અકસ્માતમાં તેમને શરીરે નાની-મોટી ઇજાઓ થઇ હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.








































