અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નદી-નાળા બે કાંઠે વહેતા થયા છે અને પૂર જેવી ગંભીર પરિસ્થિતીનું નિર્માણ થયું છે. આવી કટોકટીની Âસ્થતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમોએ પોતાની બહાદુરી અને સમયસૂચકતાના જારે બે અલગ-અલગ સ્થળોએ દિલધડક રેસ્ક્્યૂ ઓપરેશન હાથ ધરીને કુલ ૪૭ લોકોના જીવ બચાવ્યા છે.ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામે પૂરના પાણીમાં ફસાઈ ગયેલા ૪૬ લોકોને ફાયર બ્રિગેડની ટીમે ભારે પ્રવાહ વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જ્યારે બીજી તરફ, સાવરકુંડલાના જુના સાવર ગામે ક્રેન અને કાર તણાવવાને કારણે જીવ બચાવવા કારની છત પર ચડી ગયેલા ઉનાના એક ૨૧ વર્ષીય યુવકનું રાત્રે ૨ વાગ્યા સુધી ચાલેલા ૫ કલાકના ભારે રેસ્ક્્યૂ ઓપરેશન બાદ સહી-સલામત બચાવ કરવામાં આવ્યો હતો.ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામે કુલ ૪૬ લોકો પૂર જેવી Âસ્થતિમાં ફસાઈ જતા તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના સીધા માર્ગદર્શન અને સૂચનાના આધારે ફાયર વિભાગની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. ભારે વરસાદ, તેજ પ્રવાહ અને પડકારજનક પરિસ્થિતી વચ્ચે ફાયર વિભાગના જવાનોએ અત્યંત જાખમ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી તમામ ૪૬ લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
દરમિયાન જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સમગ્ર જિલ્લામાં વરસાદની સ્થિતિ તેમજ નદીઓમાં આવેલા પૂરની Âસ્થતિ પર સતત નજર રાખી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ જરૂર પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તમામ વિભાગોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે ભારે વરસાદ દરમિયાન નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે, બિનજરૂરી મુસાફરી ન કરે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
બીજી તરફ અમરેલીના સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામે ભારે વરસાદ અને પાણીના અચાનક વધેલા પ્રવાહ વચ્ચે એક દિલધડક ઘટના સામે આવી હતી. પાણીના જારદાર પ્રવાહમાં ફસાયેલા એક યુવકને બચાવવા માટે તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતે રાત્રે લાંબા સમય સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ યુવકને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી.મળતી માહિતી મુજબ, ઉના ગામના રહેવાસી મનસુરી રિજવાનભાઈ રફીકભાઈ (ઉંમર ૨૧) ઉનાથી જામનગર તરફ કાર ટોઇંગ કરીને લઈ જવાઈ રહી હતી. તે દરમિયાન સાવરકુંડલાના જુના સાવર ગામ નજીક અચાનક રોડ ઉપર પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીના જારદાર વહેણમાં કાર અને સાથે રહેલી ક્રેન તણાઈ જવાની Âસ્થતિ સર્જાતા યુવક જીવ બચાવવા માટે કારની છત પર ચડી બેઠો હતો.પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી યુવક ગંભીર Âસ્થતિમાં મુકાઈ ગયો હતો. આસપાસના લોકોએ ઘટનાની જાણ તંત્રને કરતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગોની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.ઘટનાસ્થળે ધારાસભ્ય મહેશ કસવાળા, નગરસેવક નાસીર ચૌહાણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, ટી.ડી.ઓ., મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ અન્ય ફાયર વિભાગના રવિ જેબલીયા અજિત ખુમાણ સહીત સરકારી અધિકારીઓ ખડે પગે હાજર રહ્યા હતા અને સમગ્ર બચાવ કામગીરી પર નજર રાખી હતી.
પાણીના ભારે પ્રવાહ અને અંધારાના કારણે રેસ્ક્યૂક કામગીરીમાં અનેક મુશ્કેલીઓ ઉભી થઈ હતી. તેમ છતાં બચાવ ટીમોએ જીવના જાખમે દોરડા અને અન્ય સાધનોની મદદથી યુવક સુધી પહોંચવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલી ભારે જહેમત બાદ રાત્રે અંદાજે ૨ વાગ્યા સુધી ચાલેલા રેસક્યું ઓપરેશનમાં યુવકને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડી ગામની સીમ વિસ્તારમાં એક પરપ્રાંતિય પરિવારના કુલ ૮ લોકો પૂરના પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. ડેપ્યુટી કલેક્ટર નીરવ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઘટનાનો સંદેશ મળતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જાકે પાણી ભરાયેલા હોવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. ત્યારબાદ વહેલી સવારે પરિÂસ્થતિને ધ્યાનમાં રાખી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ આઠ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂક રીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.