રાખનાં રમકડાં
એ હજી સોફામાં જ બેઠી હતી ત્યાં તો ઓચિંતો જ મહેશ આવ્યો ને શાંતિની પાસે બેસી ગયો. એકાએક આવું થતાં શાંતિને તો ફાળ પડી ગઈ. એ સાથે તેનો ગભરાટ પણ વધ્યો. સાથે સાથે શ્વાસ પણ ઝડપથી વધ્યા પરંતુ મહેશ તો આરામથી બેઠો હતો.
“તું કેમ આજે આટલો બધો વહેલો ઊઠી ગયો ?” શાંતિએ છાતી પર હાથ રાખી પૂછ્યું.
“આજે ઊંઘ વહેલી ઊડી ગઈ, એટલે ઊઠી ગયો.” મહેશે જવાબ આપ્યો.
“એ તો ઠીક પણ તું આમ… ઓચિંતો અંદર આવ્યો એટલે હું સાચે જ ગભરાઈ ગઈ. હજી હમણાં જ મને સાળુ આછું થવા લાગ્યું છે. સાળું કેમ થતું હશે…?” શાંતિ બોલી.
“આવું બધું થવાનું કારણ આપણા વિચારોનું પરાક્રમ છે. ખોટા વિચારો ઓછા કરો અને વધારે પડતું વિચારવાનું તો બંધ જ કરવું પડશે… ભાભી !” મહેશે કહ્યું.
“હું એક સ્ત્રી છું, ઘર લઈને બેઠી છું, નોકરી પણ કરું છું, એટલે અલગ અલગ પ્રકારના અનેક વિચારો તો આવે જ. એ કઈ થોડા રોકીએ એમ બંધ થઈ જાય…?”
“મારું કહેવાનું એમ છે કે, ડર અને ભય તેમજ ચિંતા પેદા કરે તેવા વિચારો વિશે વધારે પડતું વિચારવું સારું નહીં. બાકી બીજા બધા વિચારો તો ભલેને આવે…”
“આ તું સાચું કહે છે…?” શાંતુએ પૂછ્યું.
“હા… ભાભી !” મહેશે આગળ કહ્યુંઃ “હું સાચું જ કહું છું. ડર પેદા કરે તેવા અને ભય ઉત્પન્ન કરે તેવા વિચારોને આપણા મનમાં જરાપણ જગ્યા ન આપવી, આવું કરવાથી આ સમસ્યાનો તરત જ અંત આવી જશે…”
“તું બેસ, હું તારા માટે ચા લઈને આવું છું. થોડીવાર પહેલાં જ મેં દામલને ચા આપેલી. ચા પીને તે સ્કૂલે ગયો, બેસજે…” આટલું કહી શાંતુ રસોડા તરફ ચાલી ગઈ.
થોડીવાર થઈ ત્યાં તો શાંતુ ચા લઈ આવી પહોંચી. ચા નો કપ મહેશેના હાથમાં આપતાં જ તે બોલીઃ “દામલ આવી ગયો છે, મેં તને કહ્યું તેમ આપણા બે વચ્ચે જે કંઈ બન્યું તે બધું ગપ્ત રાખવાનું છે. હવે તારે ને મારે ખૂબ જ સતર્ક રહેવું પડશે. થોડીવાર પહેલાંની જ વાત કરુંઃ સવાર સવારમાં દામલ આવ્યો, આવતાવેંત દામલનો ચહેરો મેં જોયો તો મને ફાળ પડી ગઈ. તે મને જાણે ઘુરકી ઘુરકીને જોઈ રહ્યો હતો. હું તો ખૂબ જ ગભરાઈ ગઈ. એટલા માટે હું તને આ બધું કહી રહી છું…”
“ભાભી…! તમે આટલા બધા ડરો છો શું કામ ? તમે મને કહ્યું તેમ હું એ બાબતનું ખૂબ જ ધ્યાન રાખીશ. તમે મારી ચિંતા ન કરો. જ્યારે એવું કંઈક વધારે પડતું લાગશે તો હું મારી નોકરી પણ છોડી દઈશ, બસ ! આપણે કંઈક અનેરા સંબંધથી બંધાઈ ચૂક્યા છીએ એ સાચું, પરંતુ તમારા સંસારમાં હું ક્યાંય આડો નહીં આવું. હા, તમારા સંસારમાં હું ક્યાંય આગ લગાવવાનું કામ તો ક્યારેય નહીં કરું, તમે જરાપણ ચિંતા ન કરો…” મહેશે આવું બોલ્યો.
થોડીવાર બેસીને મહેશ તો તેના રૂમમાં જતો રહ્યો, શાંતુ ઘરકામમાં લાગી ગઈ. દામલ તો સ્કૂલે ચાલ્યો ગયો હતો. હવે સાડા-દસ થતાં મહેશે પણ નોકરીએ જતો રહ્યો,
એટલે હવે બપોરની રસોઈ બનાવવા શાંતુ લાગી પડી. આમ બપોરના બાર થતાં રસોઈનું અને ઘરનું બધું કામકાજ શાંતુએ આટોપી લીધું. એટલે હવે સાવ શાંતિ હતી.
શાંતુને સ્કૂલે જવાના સમયને વધારે વાર ન હતી. એટલે તો તે તૈયાર થવાના કામમાં લાગી. રોજની જેમ હવે શાંતુ સાડી પહેરવા લાગી. સામે જ મોટા અરીસામાં સરસ મજાનું પોતાનું પ્રતિબિંબ જોતાં જોતાં તે વ્યવસ્થિત રીતે તેના અંગ પર સાડી પહેરવા લાગી. સ્ત્રીનું સાચું અને સારું એવું વ્યક્તિત્વ સાડીમાં જ સમાયેલું છે. કોઈપણ સ્ત્રી સાડીમાં વધારે શોભે છે. અત્યારે શાંતુ ખરે જે સાડી પહેરેલી હાલતમાં ખૂબ જ મસ્ત મસ્ત દેખાતી હતી. બરાબર એ પૂરેપૂરી તૈયાર થઈ ગઈ ત્યારે જ દામલ ઘરમાં આવ્યો. તેને જોતાં જ શાંતુએ કહ્યુંઃ
“મેં થોડું જમી લીધું છે. મારે ટાઇમ થયો છે એટલે સ્કૂલે જવા નીકળું છું. ટેબલ પર બધું જ ખાવાનું રાખી મૂક્યું છે. તું નિરાંતે જમી લેજે, બરાબર…” આટલું બોલી શાંતુ તો ઉતાવળે ચંપલ પહેરી દરવાજાની બહાર નીકળી ગઈ. સ્કૂલેથી આવીને દામલ તો એમ જ થોડીવાર તો સોફામાં બેસી રહ્યો. મોડે મોડે બપોરના દોઢ વાગે તે રસોડામાં દાખલ થયો. જમવા બેઠો. જરાપણ ઉતાવળ કર્યા નિરાંતે તેણે જમી લીધું. જમી લીધા પછી તે રોજના નિયમ પ્રમાણે બેડરૂમમાં દાખલ થયો. આલીશાન પલંગ પર પથારીમાં લાંબો થઈ તેણે વર્તમાનપત્ર વાંચવાનું શરૂ કર્યું. (ક્રમશઃ)