આઇસીસી મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં ભારતીય ટીમની સફર ભલે ગ્રુપ સ્ટેજમાં સમાપ્ત થઈ ગઈ હોય, પરંતુ ભારતની પુત્રી, વૃંદા રાઠી, ફાઇનલમાં એક મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતી જાવા મળશે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો ૫ જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે ૮ઃ૦૦ વાગ્યે લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે ટી ૨૦ વર્લ્ડ કપ ફાઇનલમાં ટકરાઇ જેમાં ભારતની વૃંદા રાઠી ઓન-ફિલ્ડ અમ્પાયર તરીકે છે. અન્ય અમ્પાયર જેક્લીન વિલિયમ્સ રહી
મધ્યમ ગતિની બોલર વૃંદા રાઠી, મુંબઈ યુનિવર્સિટી મહિલા ટીમ માટે ચાર વર્ષ સુધી રમી હતી, પરંતુ તેને ક્્યારેય સિનિયર સ્તરે રમવાની તક મળી ન હતી. આ પછી, વૃંદાએ અમ્પાયરિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું અને અત્યાર સુધી તે ઘણી સફળ રહી છે. વૃંદા રાઠી વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયરિંગ કરનારી બીજી ભારતીય અમ્પાયર બનશે. અગાઉ, ભારતના રામ બાબુ ગુપ્તાએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી ૧૯૮૭ ની મેન્સ વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયરિંગ કર્યું હતું. આ મેચમાં વૃંદા રાઠી અને જેકલીન વિલિયમ્સ મેદાન પર અમ્પાયરિંગ કરશે, જ્યારે કિમ કોટન થર્ડ અમ્પાયર હશે. ભારતના જી.એસ. લક્ષ્મી, જેમણે અગાઉ ૨૦૨૩ અને ૨૦૨૪ ટી ૨૦ વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયરિંગ કર્યું હતું, તેઓ મેચ રેફરી તરીકે કાર્ય કરશે.
વૃંદાને ત્રણેય ફોર્મેટમાં અમ્પાયરિંગનો અનુભવ છે. ભારતીય મહિલા અમ્પાયર વૃંદા રાઠીની વાત કરીએ તો, તેમને ત્રણેય ફોર્મેટમાં અનુભવ છે. ૨૦૨૩ માં, તે મુંબઈમાં ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચેની ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય ટેસ્ટ અમ્પાયર બની. આજ સુધી, વૃંદા ૨૦ વનડે અને ૭૭ મહિલા ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂકી છે.















































