ભારતીય ટીમે ૨૦૨૬ માં ટી ૨૦ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ વર્લ્ડ કપ પહેલા, ભારતીય ટીમ ટી ૨૦ ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહી હતી. જાકે, વર્લ્ડ કપ જીત્યા પછી, ચેમ્પિયન ટીમ જીત માટે ઝંખી રહી છે. ત્યારથી, ભારતીય ટીમ એક પણ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જીતી શકી નથી.
ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ સમાપ્ત થયા પછી તરત જ આઇપીએલશરૂ થઈ, જેના કારણે ભારતીય ટીમ બે મહિના સુધી બે આંતરરાષ્ટ્રીય મેચ ગુમાવી.આઇપીએલ પછી, ટીમ ઇન્ડિયાએ આયર્લેન્ડ સામે તેની પહેલી ટી ૨૦ શ્રેણી રમી. બે મેચની શ્રેણીમાં તેમને ૨-૦ થી હારનો સામનો કરવો પડ્યો. આ પછી, ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, પરંતુ આ શ્રેણીમાં ટીમનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે.
ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાયેલી ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી ૨૦ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ, ભારતીય ટીમ માન્ચેસ્ટરમાં બીજી મેચ ચાર વિકેટથી હારી ગઈ. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ પછી, ભારતીય ટીમ કુલ ચાર ટી ૨૦ મેચ રમી છે, જેમાં ત્રણ હારી છે અને એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ છે. આમ, ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ પછી એક પણ જીત વિના રહી છે.
ટીમ ઇન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ જીત્યો હતો. ત્યારબાદ, સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ ઐયરને ભારતની ટી ૨૦ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો. જાકે, શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ખરાબ શરૂઆત થઈ છે. તે પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે જેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા તેની શરૂઆતની ચાર મેચમાંથી એક પણ જીતી શકી નથી. તેથી, ટીમ ઇન્ડિયા ૭ જુલાઈના રોજ મેચ જીતીને શ્રેણી ૧-૧ ની બરાબરી પર લાવવાનો પ્રયાસ કરશે. જા આવું નહીં થાય, તો ઈંગ્લેન્ડ ભારત પર ૨-૦ ની મજબૂત લીડ મેળવશે.













































