ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી ૨૦ શ્રેણીની બીજી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં ટીમ ઇન્ડિયાને ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં, ટોસ જીતીને, ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ૨૦ ઓવરમાં ૧૯૦ રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી, પરંતુ જેકબ બેથેલની અણનમ ૭૬ રનની ઇનિંગ્સે વિજય મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સાથે, ટીમ ઇન્ડિયાના નવા ટી ૨૦ કેપ્ટન શ્રેયસ ઐયરની પ્રથમ જીત માટે રાહ વધુ લાંબી થઈ ગઈ છે. ભારતીય ટીમ ૨૦૨૧ પછી પહેલી વાર સતત ત્રણ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ હારી ગઈ છે.
શ્રેયસ ઐયરે હવે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં એક શરમજનક રેકોર્ડ પોતાના નામે ઉમેર્યો છે, જે પરિસ્થિતિનો સામનો કોઈ ભારતીય કેપ્ટને પહેલાં કર્યો નથી. ત્રણ કે તેથી વધુ ્‌૨૦ મેચ માટે ભારતીય ટીમનું નેતૃત્વ કરનારા ખેલાડીઓમાં, શ્રેયસ ઐયર એકમાત્ર કેપ્ટન છે જેણે પ્રથમ ચાર મેચમાં એક પણ મેચ જીતી નથી. ૨૦૨૧ પછી આ પહેલી વાર છે જ્યારે ટીમ ઇન્ડિયા સતત ત્રણ પૂર્ણ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ હારી ગઈ છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
સૂર્યકુમાર યાદવના સ્થાને ટીમ ઇન્ડિયાના નવા ટી ૨૦ આંતરરાષ્ટ્રીય કેપ્ટન તરીકે નિયુક્ત થયેલા શ્રેયસ ઐયરના નેતૃત્વની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ટીમ ઇન્ડિયાએ પહેલીવાર આયર્લેન્ડ સામે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડ સામેની શ્રેણી હારવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. જો ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની આ શ્રેણી જીતવા માંગતી હોય, તો તેણે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે, જે તેમના વર્તમાન પ્રદર્શનને જાતાં મુશ્કેલ કાર્ય લાગે છે. હવે બંને ટીમો વચ્ચે આ શ્રેણીની આગામી મેચ ૭ જુલાઈએ નોટિંગહામના સ્ટેડિયમમાં રમાશે.