ગુજરાતમાં આગામી ૧૦ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં હાલ શિયર ઝોન, ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વેલ માર્ક્ડ લો પ્રેશર અને સીઝનલ ટ્રફ સહિત પાંચ શક્તિશાળી સિસ્ટમ એકસાથે સક્રિય હોવાથી વરસાદનું જોર વધશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે આઠ જિલ્લામાં ઓરેન્જ અને છ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ, વીજળી અને ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે દરિયો અતિ તોફાની રહેવાની આગાહી છે અને બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં અત્યાર સુધી સામાન્ય સરેરાશ કરતાં અંદાજે ૪૦ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે માંગરોળમાં માત્ર ત્રણ દિવસમાં જ સિઝનના ૧૦૩ ટકા જેટલો વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર પાણીથી તરબોળ બન્યો છે.
વરસાદને કારણે બે ડેમ હાઈએલર્ટ પર
અત્યાર સુધીમાં નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના ૬૪.૧૧ ટકા જેટલો ભરાયો છે. જ્યારે, અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ક્ષમતાના ૩૬.૦૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં ૧૦ ડેમ ૭૦થી ૧૦૦ ટકા, ૨૦ ડેમ ૫૦થી ૭૦ ટકા, ૫૮ ડેમ ૨૫થી ૫૦ ટકા, ૧૧૮ ડેમ ૨૫ ટકાથી નીચે ભરાયેલા છે. જેમાં ૨ ડેમ હાઇ એલર્ટ, ૧ ડેમ એલર્ટ અને ૭ ડેમ ર્વોનિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૧૦ દ્ગડ્ઢઇહ્લની ટીમ અને ૨૫ જીડ્ઢઇહ્લની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ૩ દ્ગડ્ઢઇહ્લ અને ૮ જીડ્ઢઇહ્લની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
દ્વારકા-સોમનાથ હાઈવે સંપૂર્ણપણે બંધ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદી પર આવેલો બ્રિજ ભારે પૂરના કારણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે.








































