પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત ન થવાથી નાખુશ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ પોતાની જ પાર્ટી હાઈકમાન્ડ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. હવે, પંજાબમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે; કેટલાક નેતાઓ બળવો કરી શકે છે અને રાજીનામું પણ આપી શકે છે. ચરણજીત ચન્ની જૂથે સ્પષ્ટ કર્યું છે કે રાજા વારિંગ તેમને સ્વીકાર્ય નથી અને હાઇકમાન્ડે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જાઈએ. આજે, પાંચ વર્તમાન ધારાસભ્યો સહિત ૬૫ કોંગ્રેસ નેતાઓ ચરણજીત ચન્નીનાં મોરિંડા નિવાસસ્થાને એકઠા થયા હતા. તેમાં ત્રિપ્ત રાજિન્દર બાજવા, રાણા ગુરજીત, શાહકોટના ધારાસભ્ય સુખબીર સિંહ સુખ સરકારિયા, શાહકોટના ધારાસભ્ય લાડી શેરોવાલિયા અને બરનાલાના ધારાસભ્ય કુલદીપ સિંહ ધિલ્લોનનો સમાવેશ થાય છે.
ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ઓપી સોની, ગુરપ્રીત સિંહ કાંગર, ભારત ભૂષણ આશુ, ગુરકીરત કોટલી, દર્શન સિંહ બ્રાર, લખવીર સિંહ લાખા, મદનલાલ જલાલપુર, અંગદ સિંહ સૈની, હરમિન્દર સિંહ ગિલ, કુશલદીપ સિંહ કિક્કી ધિલ્લોન, તરસેમ સિંહ, દેવેન્દ્ર ઘુબાયા, જાગીન્દર પોલ, ઇન્દરબીર સિંહ બોલારિયા – કુલ ૧૫ ભૂતપૂર્વ ધારાસભ્યો – અને એક ભૂતપૂર્વ સાંસદ, મોહમ્મદ સાદિકનો સમાવેશ થાય છે.
પંજાબ યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ બરિન્દર સિંહ ધિલ્લોન અને સિદ્ધુ મૂસેવાલાના પિતા, બલકૌર સિંહ, જે રાજા વારિંગના નજીકના માનવામાં આવે છે, તેમણે પણ ચન્નીના નિવાસસ્થાને બેઠકમાં હાજરી આપી હતી. બેઠક પછી, બધા નેતાઓ ગ્રુપ ફોટો માટે બહાર આવ્યા હતા, અને ત્રિપ્ત રાજિન્દર બાજવાએ જણાવ્યું હતું કે જ્યારે તેમને પાર્ટી હાઇકમાન્ડ સાથે કોઈ વિવાદ નથી, પરંતુ તેમને કેટલાક વાંધાઓ છે અને તેઓ ફરીથી તેની ચર્ચા કરવા માંગે છે. અમને થોડો રોષ અને અસંતોષ છે. અમે ઇચ્છીએ છીએ કે પાર્ટી હાઇકમાન્ડ અમારી વાત સાંભળે અને અમારી ફરિયાદો અને ચિંતાઓનું નિરાકરણ કરે.
ત્રિપ્ત રાજિન્દર બાજવાએ કહ્યું કે તાજેતરના સંગઠનાત્મક પુનર્ગઠનમાં કોંગ્રેસ હાઇકમાન્ડે અમરિન્દર સિંહ રાજા વારિંગને હટાવવાને બદલે તેમને પંજાબ કોંગ્રેસ પ્રમુખ તરીકે જાળવી રાખ્યા છે. બેઠકમાં હાજર રહેલા ભૂતપૂર્વ ધારાસભ્ય દર્શન બ્રારે કહ્યું કે જા ચન્નીને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં ન આવે તો પંજાબમાં કોંગ્રેસની સરકાર બની શકશે નહીં.
ચંદીગઢઃ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પંજાબ કોંગ્રેસમાં કરવામાં આવેલા સંગઠનાત્મક ફેરફારો અને સમિતિના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરવાના હાઈકમાન્ડના નિર્ણયથી નારાજ હોવાનું કહેવાય છે. સૂત્રો કહે છે કે ચન્ની આ ફેરફારોથી ખૂબ જ નારાજ છે. પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક થયા પછી ચરણજીત સિંહ ચન્ની મૌન રહ્યા છે અને મીડિયાથી દૂર રહ્યા છે. આનાથી તાજેતરના સંગઠનાત્મક ફેરબદલ પ્રત્યે તેમની નારાજગી અંગેની અટકળોને વધુ વેગ મળ્યો છે.
કોંગ્રેસે ૨૦૨૭ ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનાવવા માટે એક નવી ટીમની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ ધારાસભ્ય સુખવિંદર ડેની, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રાજ કુમાર વેર્કા અને ઓબીસી નેતા સંગત સિંહ ગિલજિયનને પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડેની અને વેર્કા અનુસૂચિત જાતિના અગ્રણી નેતાઓ છે.
કોંગ્રેસે દલિત નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને ચૂંટણી પ્રચાર સમિતિના વડા તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટીએ લોકસભા સભ્ય સુખજિંદર રંધાવાને કોર કમિટીના અધ્યક્ષ તરીકે, ભૂતપૂર્વ મંત્રી વિજય ઈન્દર સિંગલાને ચૂંટણી વ્યવસ્થાપન અને સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે અને સાંસદ અમર સિંહને ચૂંટણી ઢંઢેરો સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સુખપાલ સિંહ ખૈરા, રાણા ગુરજીત સિંહ અને ધર્મવીર ગાંધીને ચૂંટણી પ્રચાર સમિતિના સહ-અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓ.પી. સોની, રઝિયા સુલતાના, કુલજીત સિંહ નાગરા, અંગદ સિંહ સૈની અને ભારત ભૂષણ આશુને ચૂંટણી વ્યવસ્થાપન અને સંકલન સમિતિના સહ-અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વધુમાં, પાર્ટીએ ગુરજીત સિંહ ઔજલા, પરગત સિંહ, હરદિયાલ સિંહ કંબોજ અને સુખવિંદર સિંહ સરકારિયાને ચૂંટણી ઢંઢેરો સમિતિના સહ-અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.પાર્ટીએ આ નિમણૂકો દ્વારા જૂથવાદને ડામવાનો પ્રયાસ કર્યો છે. થોડા મહિના પહેલા, જ્યારે ચન્નીએ દલિત સમુદાયના નેતાઓની કથિત ઉપેક્ષા વિશે વાત કરી ત્યારે તેઓ નારાજ થયા હોવાનું કહેવાય છે. કોંગ્રેસે છેલ્લા કેટલાક અઠવાડિયામાં પાર્ટીની અંદરના જૂથવાદને દૂર કરવા માટે ઘણી બેઠકો યોજી છે.
પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત ન થયા બાદ, તેમણે મોરિંડાના રોપર Âસ્થત પોતાના ઘરે કોંગ્રેસના નેતાઓની તાત્કાલિક બેઠક બોલાવી અને પોતાની શÂક્ત પ્રદર્શન કર્યું. આ બેઠકમાં ત્રણ સાંસદો, ૧૨ ધારાસભ્યો, આશરે ૪૦ ભૂતપૂર્વ ધારાસભ્યો, ૨૦૨૨ની ચૂંટણી હારી ગયેલા નેતાઓ અને વિધાનસભા પ્રભારીઓને
આભાર – નિહારીકા રવિયા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાકે, પાંચ ધારાસભ્યો, આશરે ૨૦ ભૂતપૂર્વ ધારાસભ્યો, વિધાનસભા ચૂંટણી લડનારા નેતાઓ અને આશરે ૫ થી ૬ કોંગ્રેસના પદાધિકારીઓ સહિત માત્ર ૨૦ નેતાઓ જ બેઠકમાં હાજર રહ્યા હતા.