માર્ગ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર એવા બેફામ વાહન ડ્રાઇવિંગ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી સ્પીડગન કાર્યવાહીનો મોટો આંકડો સામે આવ્યો છે. એક મહિના દરમિયાન શહેરમાં ઓવરસ્પીડ વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરી કુલ ૧,૮૯૦ વાહન ચાલકોને ૪૨.૮૬ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થયો છે. નવા ફ્લાયઓવર, પહોળા રસ્તા અને ઝડપી કનેÂક્ટવિટીના કારણે વાહનચાલકો ઘણીવાર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા જાવા મળે છે. છ મહિના દરમિયાન વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતના કેસમાં ૮૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. વાહન અકસ્માત માટે સૌથી વધુ જવાબદાર પરિબળ ઓવર સ્પીડ છે. જેની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ટ્રાફિક પોલીસ દ્વારા એક મહિનાની સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેના આંકડા દર્શાવે છે કે રસ્તાઓ પર ઝડપનો પ્રશ્ન હજી પણ ગંભીર અને જીવલેણ છે. પોલીસ દ્વારા અવાર-નવાર જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ કરવામાં આવે છે. તેમ છતાં રોડ પર કેટલાક વાહન ચાલકો બેફામ અને પૂરઝડપે વાહનો ચલાવતા હોય છે. સ્પીડગન મારફતે કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી વધુ ૧,૮૫૩ કેસ કાર ચાલકો સામે નોંધાયા છે. જેમને કુલ ૪૧.૪૪ લાખનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય ૩૩ વાહનચાલકોને રૂ.૧.૩૬ લાખનો દંડ કરાયો છે. જેમાં ટુ અને થ્રી વ્હીલર વાહનો પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, કુલ કેસના ૧,૧૩૮ કેસ હાઇવે પર થયા છે.
ક્રમ વાહનનો પ્રકાર સ્પીડ લિમિટ
(૧) ૮ સીટવાળા વાહનો ૮૦
(૨) ૯ થી વધુ સીટવાળા વાહનો ૬
(૩) ભારદારી અને મધ્યમ માલવાહક વાહનો ૬૦
(૪) ટુ વ્હીલર ૬૦
(૫) થ્રી વ્હીલર ૫૦
હાઇવે પર કરાયેલા ઓવર સ્પીડ કાર્યવાહીના આંકડા
કાર-૧૧૩૮-રૂ.૨૫,૭૪,૦૦૦
ટુ વ્હીલર-૨-રૂ.૩,૦૦૦
થ્રી વ્હીલર-૩૩-રૂ.૧,૩૬,૦૦૦
છેલ્લા ત્રણ વર્ષના આંકડા જાઇએ તો જૂન મહિનામાં જીવલેણ અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો
૨૦૨૪-૧૭૨૦, ૨૦૨૫-૧૯૨૦, ૨૦૨૬-૧૩
માંડવી ચાર દરવાજા, કાલાઘોડાથી રેલવે સ્ટેશન, ચોખંડી નાની શાકમાર્કેટથી ગેંડીગેટ દરવાજા, નવાબજાર સર્કલથી ગાંધીગનર ગૃહથી લહેરીપુરા, વીરભગતસિંહ ચોકથી જયરત્ન બિÂલ્ડંગ વાળા રોડ પર તમામ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમિટ ૩૦ કિ.મી.પ્રતિ કલાકની નિયત કરાઇ છે.









































