અમરેલી નજીક આવેલા યાત્રાધામ ફતેપુર (ભોજલધામ) ખાતે અમરેલી જિલ્લા ખોડલધામ સમાધાન પંચના નવ નિયુક્ત અધ્યક્ષ સુરેશ દેસાઈનું મહંત પૂ. ભક્તરામ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સુરેશ દેસાઈની નિમણૂકને આવકારી મહંત ભક્તરામ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા અને સમાજહિતના કાર્યોમાં સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દિનેશભાઈ ભુવા, અરજણભાઈ કોરાટ, દુલાભાઈ દેસાઈ રાજુભાઈ ગઢીયા, ગણપતભાઈ સેંજલીયા, કેતનભાઈ ભાલાળા, દિનેશભાઈ સાવલીયા, બાલાભાઈ કાબરીયા, હિરેન કાબરીયા, રોકડભાઈ, દલસુખ રામોલીયા, રાજુભાઈ ટીંબડીયા, ચિરાગ જેસાણી, ભરત સાવલીયા, જતીન કોટડીયા, જતીનભાઈ સુખડીયા, દિવ્યેશભાઈ તળાવીયા, ભરતભાઈ કાબરીયા, ઉમેશભાઈ ભંડેરી,ભોળાભાઈ વસોયા, અલ્પેશ કોલડીયા, સુધીર માયાણી તેમજ અનિરૂધ્ધ કોટડીયા સહિતના આગેવાનોએ સુરેશ દેસાઈને અભિનંદન પાઠવી નવી જવાબદારી માટે શુભકામનાઓ આપી હતી.