રાજુલા શહેરની કુમાર શાળા નં. ૧ ખાતે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો અને આગેવાનોનું પુસ્તક અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હીરાભાઈ સોલંકીએ શાળાની ભૌતિક સુવિધાઓમાં વધારો કરવા માટે મધ્યાહન ભોજન શેડ, પાણીની વ્યવસ્થા, સ્ટોરેજ સહિતની જરૂરી સુવિધાઓ માટે રૂ. ૫ લાખની સહાય તથા જરૂરિયાત મુજબ વધારાનો ખર્ચ કરવાની જાહેરાત કરી હતી. નવા પ્રવેશ મેળવનાર બાળકોનું શૈક્ષણિક કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. એસએમસી અધ્યક્ષ રણછોડભાઈ મકવાણાએ બાલવાટિકાના તમામ બાળકોને સ્કૂલબેગ અને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં બાલવાટિકાના ૩૩ બાળકોનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતુ.








































