ઉના તાલુકાના મોઠા ગામે બ્રહ્મલીન સંત બંસીગીરીજી બાપુની ૪૧મી પુણ્યતિથિ નિમિત્તે ગ્રામજનો અને યુવાનો દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. આ પાવન પ્રસંગે મોઠા પ્રાથમિક શાળામાં બાળકો માટે બટુક ભોજન અને પર્યાવરણની જાળવણી માટે ભવ્ય વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના દૂધનાથ મહાદેવ આશ્રમમાં બાપુએ પ્રજ્વલિત કરેલો ધુણો આજે પણ જીવંત છે, જ્યાં દર મંગળવારે લોટ પ્રસાદ ચઢાવવાની વર્ષો જૂની પવિત્ર પરંપરા શ્રધ્ધાળુઓ દ્વારા અતૂટ શ્રધ્ધા સાથે જાળવી રાખવામાં આવી છે.