ટીંબલા ગામમાં વિઝન ફોર વાઇલ્ડ લાઇફ પ્રોગ્રામ અને આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે તા ૩૦ જુનના રોજ આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુર્વેદિક સારવારનું મહત્વ તેમજ તેના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાથ-પગ, માથાના, સાંધાના દુઃખાવા, ગેસ, એસીડીટી, ચામડીના રોગો, ઉપરાંત અન્ય બીમારી ધરાવતા લોકોએ બહોળી સંખ્યામાં સારવારનો લાભ લીધો હતો. આ ઉપરાંત ઘર આંગણે આયુર્વેદિક વનસ્પતિના છોડનું મહત્વ સમજાવતા તેના વાવેતર અંગે ભલામણ કરવામાં આવી હતી. જિલ્લા આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત અમરેલીથી ડો ઓ. જી યાદવ અને ડો. દીપક ચાવડાએ સેવા આપી હતી. સરપંચ રવિભાઈ વાળા અને પ્રાથમિક શાળાના સ્ટાફ વ્યવસ્થામાં મદદરૂપ બન્યા હતા.