સાવરકુંડલાની સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આધુનિક શિક્ષણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાતાં શાળામાં ડિજિટલ સ્માર્ટ ક્લાસ બોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો, શિક્ષકો, બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ડિજિટલ સ્માર્ટ ક્લાસ બોર્ડનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે નૂતનબેન તન્ના, ઉપપ્રમુખ-નગરપાલિકા, અતુલભાઈ કાપડિયા, પરાગભાઈ તન્ના, થોમસ નેલ્લિયાકુન્નેલ, પ્રિન્સિપાલ તથા સ્થાપક, સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલ, શિક્ષકો, બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે નયનાબેન કાપડિયાએ સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ માટે કરવામાં આવતા સતત પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ડિજિટલ ટેક્નોલોજીનો સદુપયોગ કરીને જ્ઞાનમાં વૃધ્ધિ કરવા તથા ભવિષ્ય માટે સજ્જ બનવા પ્રેરણા આપી હતી.










































