સુવર્ણ મંદિરમાં સીએમ માનના ફોટા પર હોબાળો, ‘તીર્થ યાત્રા યોજના’ હેઠળ યાત્રાળુઓના આઈડી કાર્ડ દૂર કરવામાં આવ્યા. એસજીપીસી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના કથિત વિવાદાસ્પદ વીડિયો સામે કડક કાર્યવાહી કરે છે.
અમૃતસરના સુવર્ણ મંદિરમાં એક નવો વિવાદ ઉભો થયો છે. મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ પંજાબના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, ઘણા શ્રદ્ધાળુઓએ મુખ્યમંત્રી ભગવંત માનનો ફોટો ધરાવતા ઓળખપત્રો પહેર્યા હતા, જે મંદિર પરિસરમાં પ્રવેશતા પહેલા દૂર કરવાની સૂચના
આભાર – નિહારીકા રવિયા આપવામાં આવી હતી.
સુવર્ણ મંદિરમાં હાજર એસજીપીસી સ્વયંસેવકોએ આ ઓળખપત્રો સામે સખત વાંધો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભગવંત માનને શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા પંથિક દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યા છે, અને તેથી, તેમના ફોટાવાળા ઓળખપત્રો પહેરીને ગુરુદ્વારામાં પ્રવેશ ન આપવો જાઈએ. આ પછી, ભક્તોના ગળામાંથી ઓળખપત્રો કાઢી નાખવામાં આવ્યા હતા. વાયરલ વીડિયો બાદની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ રવિવારે પંથિક સભા બોલાવી હતી
આ સમગ્ર ઘટનાને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને મુખ્યમંત્રી વચ્ચેના તાજેતરના તણાવ સાથે જાડી શકાય છે. હકીકતમાં, ૧૫ જૂનના રોજ, શીખોની ટોચની ધાર્મિક સંસ્થા, અકાલ તખ્ત સાહિબે, એક કથિત વાંધાજનક વિડિઓમાં ખોટું બોલવા બદલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ‘ગુરુના દેશદ્રોહી’ અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા હતા.









































