ઈરાનના સ્વર્ગસ્થ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારની વિધિઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીયાને શનિવારે જણાવ્યું હતું કે દેશ ક્યારેય તેના શહીદ નેતાના ધ્વજને નીચે ઉતારવા દેશે નહીં. તેમણે ફરકાવેલો ધ્વજ હંમેશા ઊંચો રહેશે. ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કીયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું કે ઈરાની લોકો હંમેશા ખામેનીને વફાદાર રહેશે, જે ૨૮ ફેબ્રુઆરીના રોજ યુએસ-ઇઝરાયલી હુમલામાં શહીદ થયા હતા.
મસૂદ પેઝેશ્કીયાને તેમની ઠ પોસ્ટમાં લખ્યું, “ઈરાનના મહાન લોકો, જેમના હૃદય શોકથી ભરેલા છે પણ આશા પણ રાખે છે, તે સાબિત કરશે કે અમારા શહીદ નેતાએ જે ધ્વજ ઊંચો રાખવા માટે લડ્યા હતા તે ક્્યારેય જમીન પર પડશે નહીં. અમે ઇચ્છીએ છીએ કે નેતૃત્વ અને વારસો પૃથ્વી પરના દલિત લોકોને સોંપવામાં આવે.”
આ દરમિયાન, દેશનિકાલ કરાયેલા ઈરાની ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ તેમની ઠ પોસ્ટમાં ખામેનીના અંતિમ સંસ્કારની આકરી ટીકા કરી, તેને ઈરાની સરકાર દ્વારા પ્રચાર ગણાવ્યો. પહલવીએ લખ્યું, “હું અલી ખામેનીના શોક માટે તેહરાન આવેલા વિદેશી પ્રતિનિધિઓને કહેવા માંગુ છું કે ઈરાન તેમના માટે શોક વ્યક્ત કરી રહ્યું નથી. ઈરાન ૮ અને ૯ જાન્યુઆરીએ ખામેની, ગાલિબાફ અને તેમના દમનકારી તંત્ર દ્વારા માર્યા ગયેલા ૪૦,૦૦૦ થી વધુ પુત્રો અને પુત્રીઓ માટે શોક વ્યક્ત કરી રહ્યું છે.”
ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા પ્રેસ ટીવી અનુસાર, લાખો લોકો તેહરાનના ગ્રાન્ડ ઇમામ ખોમેની મોસલ્લાથી શરૂ થયેલી અંતિમયાત્રામાં હાજરી આપે તેવી અપેક્ષા છે. મુખ્ય અંતિમયાત્રા આજે (સોમવાર) તેહરાનમાં શરૂ થશે. ત્યારબાદ મંગળવારે ઈરાનના કોમમાં અને ગુરુવારે મશહદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પછી, આયાતુલ્લાહ અલી ખામેનીને ઇમામ રેઝા દરગાહ પર દફનાવવામાં આવશે.
આયોજકોના જણાવ્યા અનુસાર, બુધવારે ઇરાકી પવિત્ર શહેરો નજફ અને કરબલામાં પણ વિદાય અને શોક સભાઓ યોજાશે. શુક્રવારે શરૂઆતમાં, ઘણા દેશોના પ્રતિનિધિઓ અને નેતાઓ આયાતુલ્લાહ અલી ખામેનીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેહરાન પહોંચ્યા હતા.







































