સાવરકુંડલા તાલુકા પેન્શનર મંડળની ૪૪મી વાર્ષિક સાધારણ સભા ૨૮ જૂનના રોજ લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે યોજાઈ હતી. સભાની અધ્યક્ષતા જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ રાજુભાઈ મહેતાએ કરી હતી. તેમણે પેન્શનરોના વિવિધ પ્રશ્નો, સંસ્થાની કામગીરી અને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. એસબીઆઈ સ્ટેશન રોડ શાખાના મેનેજર સંતોષકુમારે ઉપસ્થિત રહી બેન્કિંગ સેવાઓ અને વિવિધ યોજનાઓ અંગે ઉપયોગી માહિતી આપી હતી. તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ અરૂણભાઈ દેવમુરારીએ સંસ્થાના કાર્યાલય માટે જગ્યા અથવા ઓફિસ ખરીદવાના આયોજન અંગે સભાસદોને આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી, જેને સભ્યોએ ઉત્સાહપૂર્વક સમર્થન આપ્યું હતું. મોટી સંખ્યામાં પેન્શનર ભાઈઓ અને બહેનો સભામાં જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ચંપૂભાઈ ખુમાણ, રમેશભાઈ રવિયા, વિરજીભાઈ વેગડા, જીતુભાઈ જોશી, દિલાભાઈ જાદવ, દિલાવર ખાન પઠાણ, મહેન્દ્રભાઈ ગોડા અને ધીરેન્દ્રભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ રવિયાએ કર્યું હતું.