રાજુલામાંથી પોલીસે ૩ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. ૧૧,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સીરાજભાઇ હુસેનભાઇ લુંજા, જયેશભાઇ મુળજીભાઇ વાઘેલા તથા ઇમરાનભાઇ કાળુભાઇ સમા જાહેરમાં ગંજીપત્તાનાં પાનાં વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. ૧૧,૭૦૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































