પીએમ મોદી આવતા અઠવાડિયે ન્યુઝીલેન્ડની મુલાકાત લેશે. ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ માહિતી શેર કરી. તેમણે ઠ પર કહ્યું કે બંને દેશોના નેતાઓ ન્યુઝીલેન્ડ-ભારત મુક્ત વેપાર કરાર દ્વારા તેમના સંબંધોને એક નવા સ્તરે લઈ જશે.
ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ન્યુઝીલેન્ડની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત લેશે. ભારત વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને ન્યુઝીલેન્ડની આર્થિક સમૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ દેશ છે. અમે એપ્રિલમાં હસ્તાક્ષર કરાયેલ ન્યુઝીલેન્ડ-ભારત મુક્ત વેપાર કરાર દ્વારા અમારા સંબંધોને એક નવા સ્તરે લઈ જઈ રહ્યા છીએ, જે ન્યુઝીલેન્ડમાં વધુ નોકરીઓનું સર્જન કરશે, નિકાસને વેગ આપશે અને આર્થિક વિકાસને મજબૂત બનાવશે. આ ૧.૪ અબજ લોકોના બજારમાં માલ અને સેવાઓની નિકાસ વધારવા, કિવી સમુદાયોમાં વધુ રેમિટન્સ લાવવા, નોકરીઓનું સર્જન કરવા અને વેતન વધારવા માટે નવી તકો ખોલશે.”
૬ મેના રોજ, ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી, ટોડ મેકલેએ જણાવ્યું હતું કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર થોડા વર્ષોમાં બમણો થવાની અપેક્ષા છે કારણ કે બંને દેશો ઉચ્ચ-ગુણવત્તાવાળા મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપે છે. મંત્રી ટોડ મેકલેએ જણાવ્યું હતું કે એફટીએ ન્યુઝીલેન્ડના ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે જેઓ ભારતીય બજારમાં સરળતાથી ઉપલબ્ધ ઉચ્ચ ગુણવત્તાની ચીજવસ્તુઓ અને સેવાઓ ઇચ્છે છે. ન્યુઝીલેન્ડ સરકાર આગામી ૧૫ વર્ષમાં ભારતમાં રોકાણ વધારીને યુએસ૨૦ બિલિયન કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ વર્ષે એપ્રિલમાં, ભારત અને ન્યુઝીલેન્ડે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી, જે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ વ્યાપક માળખામાં બજાર ઍક્સેસ, કૃષિ ઉત્પાદકતા, રોકાણ, પ્રતિભા ગતિશીલતા, રમતગમત, પર્યટન અને લોકો-થી-લોકોના સંબંધોમાં સહયોગનો સમાવેશ થાય છે. આ એફટીએ બંને દેશોના ઉત્પાદકો, ખેડૂતો,એમએસએમઇ મહિલા ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને કુશળ વ્યાવસાયિકોને લાભ આપવા માટે રચાયેલ છે.









































